ગાંધીનગર: સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત ગુજરાતના દરેક જિલ્લાના મુખ્ય સ્થળોએ સ્વચ્છતા અને વૃક્ષારોપણ અભિયાન યોજાશે. સામાન્ય વહીવટ વિભાગે જિલ્લાઓમાં પખવાડિયા અથવા માસિક સ્વચ્છતા અભિયાન હાથ ધરવા દિશા-નિર્દેશ આપ્યા છે.
અભિયાનમાં શાળાના વિદ્યાર્થીઓ, NSS, NCC, MY ભારત, યુવાસંગઠનો તથા સામાજિક સંસ્થાઓને જોડવા અનુરોધ કરાયો છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને સંકલન હેઠળ આ કામગીરી હાથ ધરાશે. પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ વધારવા સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને વૃક્ષારોપણ કરવા પણ સૂચના અપાઈ છે.




