તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ચંદ્રાલા પાસે લક્ઝરી બસમાંથી મધ્યપ્રદેશનાં યુવકને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર વિદેશી દારૂની સાથે હવે હથિયારોની પણ હેરાફેરી વધી છે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચંદ્રાલા પાસે લક્ઝરી બસમાંથી મધ્યપ્રદેશના યુવકને પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો 25 હજારનો મુદ્દામાલ કબ્જે કરીને પિસ્તોલ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી એક બસને ઊભી રાખી હતી. સ્લીપર એવી લક્ઝરી બસમાં તપાસ કરતા એક મુસાફરે પોતાનો થેલો ચકાસવાની ના પાડી હતી. જેના પગલે પોલીસે શંકાને આધારે આ થેલામાં તપાસ કરતા તેમાંથી પિસ્તોલ મળી આવી હતી. જેના પગલે મધ્યપ્રદેશના ભીંડ ખાતે રહેતા બિલુસિંહ જગદીશસિંહ રાજપુત નામના યુવાનની ધરપકડ કરી લેવામાં આવી હતી અને પિસ્તોલ સંદર્ભે પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. આ પિસ્તોલ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે મથામણ શરૂ કરવામાં આવી છે. હાલ તો 25 હજાર ઉપરાંતનો મુદ્દામલ કબ્જે કરીને આ યુવક સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવી રહી છે.