તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ફ્રિજ કરવામાં આવેલ બેન્ક એકાઉન્ટ ખોલવા માટે 70 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગરમાં કર્મયોગી ભવન ખાતે આવેલી સ્ટેટ સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટમાં આઉટસોસગથી ફરજ બજાવતા ટેકનિકલ એક્સપર્ટ દ્વારા ફ્રિજ કરવામાં આવેલું બેન્ક એકાઉન્ટ ખોલવા માટે 70 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. જે સંદર્ભે ઓડિયો રેકોડગ સાથે ફરિયાદ થતાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. સરકારની વિવિધ કચેરીઓમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે ત્યારે લોકો સાયબર ગઠીયાની છેતરપિંડીનો ભોગ બનીને સ્ટેટ સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટમાં ફરિયાદ કરતા હોય છે અને હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરીને પોતાના બેંક એકાઉન્ટ ફ્રીજ કરાવતા હોય છે.

ત્યારે અહીં એકાઉન્ટ ખોલવા માટે લાંચ માંગવામાં આવતી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે સ્ટેટ સાયબર ક્રાઇમમાં પ્રિવેન્શન યુનિટમાં આઉટ સોર્સથી નોકરી કરતા અને સરગાસણની મધુરમ ગ્રીન સોસાયટીમાં કે-204માં રહેતા ટેકનિકલ એક્સપર્ટ યશ રાજેશભાઈ રાણાનાં કારણે પોલીસને નીચું જોવાનો વારો આવ્યો છે. સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930નાં પોર્ટલ દ્વારા ફ્રીજ કરાવવામાં આવતા બેંક ખાતાઓ બાબતે જ્યારે ખાતા અનફ્રીજ કરવા માટે રજૂઆત આવે ત્યારે અનફ્રીજ કરવાની કામગીરી પીએસઆઇ એ. એસ વાઘેલા કરતા હોય છે.ગત તા.8મી જુનના રોજ કચેરીના આફિશિયલ ઈમેલ આઈડી પર એક શખ્સ ઈમેલ કરીને જણાવ્યું હતું કે, તેના એક મિત્રે સ્ટેટ સાયબર સેલનાં એક પ્રતિનિધિ જોડે વાત કરી હતી.

જેમાં પોતાનું બેંક ખાતુ અનફ્રિજ કરવા માટે 70 હજારની માંગણી કરવામાં આવી છે. આ મામલાની ગંભીરતા જોઈને પીએસઆઇએ તપાસ અર્થે ફોન કરતાં તે શખ્સ ઓડિયો રેકોડગ મોકલી આપ્યું હતું. જે ઓડિયો રેકોડગ સાંભળતા જ પીએસઆઇને ખ્યાલ આવી ગયો હતો કે પૈસાની માંગણી કરનાર અત્રેની કચેરીના પ્રિવેન્શન યુનિટમાં ટેકનીકલ એક્ષ્પર્ટ તરીકે આઉટ સોર્સથી નોકરી કરતા યશ રાણાનો અવાજ છે. આમ ટેકનીકલ એક્ષ્પર્ટ યશ રાણાએ ખાતુ અનફીજ કરવા માટે બેંક ખાતા ધારક પાસેથી 70 હજારની લાંચ માગતા તેની સામે ગાંધીનગર સીઆઇડી ક્રાઈમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.