મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરનાં કાલીઆંબા ગામે પ્રાથમિક શાળાનાં દીવાલ પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવતા પોલીસે ચોર ઈસમને શોધવાની કામગીરી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલનાં પેથાપુર ગામનાં કારભારી ફળિયામાં રહેતા ઓમકુમાર સુરેશભાઈ ગામીત નાઓ ગત તારીખ 03/05/2024નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/19/AP/9825 જેની કિંમત રૂપિયા 40,000/- જેના પર પોતાના મિત્ર કૃણાલભાઈ લતીપભાઈ વસાવા (રહે.બાબરઘાટ ગામ, ઉચ્છલ)નાંઓની સાથે નિઝર તાલુકાનાં કાલીઆંબા ગામે રહેતા તેમના સંબધી નરપતભાઈ બોંડાભાઈ વળવીનાં પુત્ર નવનીતભાઈના લગ્નમાં ગયા હતા અને ત્યાં ગામની પ્રાથમિક શાળાનાં દીવાલ પાસે બાઈકને લોક કરી મુકેલ હતી. ત્યારબાદ પ્રસંગ પૂરો કરી પરત આવતા પાર્ક કરેલ બાઈક સ્થળ ઉપર નહિ મળતા મંડપની આજુબાજુનાં તથા આસપાસનાં વિસ્તારમાં તપાસ કરતા બાઈક મળી આવી ન હતી. બાઈક ચોરી અંગે ઓમકુમાર ગામીત નાંએ ગત તારીખ 16/06/2024નાં રોજ નિઝર પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.




