મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં સોનગઢ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને સોનગઢ ઉકાઈ રોડ એસ્સાર પેટ્રોલ પંપ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ 16/06/2024નાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે, સોનગઢ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હાનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી હિતેશ સુરેશભાઈ વસાવા (રહે.પાંખરી ગામ, નિશાળ ફળિયું, ઉચ્છલ)ને સોનગઢ ઉકાઈ રોડ પરનાં એસ્સાર પેટ્રોલ પંપ પાસેથી ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.




