તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

અમેરિકામાં ફાયરિંગની ઘટનામાં બે લોકોનાં મોત, જયારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમેરિકામાં અવારનવાર ગોળીબારની ઘટનાઓ બનતી રહે છે. જોકે તેમાં લોકોના જીવ પણ ગુમાવવાને કારણે આવી ઘટનાઓથી ચિંતા વધી ગઈ છે. તાજેતરનો મામલો એક સુપર માર્કેટમાં અંધાધૂંધ ગોળીબારનો છે. અહીં ફાયરિંગની ઘટનામાં બે લોકો મૃત્યુ પામ્યા. જ્યારે હુમલાખોર અને સુરક્ષાકર્મી સહિત સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ ઘટના અમેરિકાના અર્કાન્સસ રાજ્યના ફોર્ડિસ શહેરમાં બની હતી. અહીં મેડ બુચર કરિયાણા સ્ટોરમાં હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. પોલીસે કહ્યું કે, હુમલાખોર પણ ઇજાગ્રસ્ત થયો હતો અને તેની ધરપકડ કીર લેવામાં આવી છે. ઈજાગ્રસ્ત લોકોમાં કોઈની હાલત ગંભીર નથી એટલે ખતરો ટળી ગયો છે. બીજી બાજુ ગવર્નર સારા હુકાબી સેન્ડર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે મને આ ઘટના વિશે જાણકારી મળી. હું લોકોના જીવ બચાવવા બદલ તપાસ એજન્સીઓ અને સુરક્ષાકર્મીઓ પ્રત્યે આભારી છું. હું પીડિતો પ્રત્યે પણ સહાનુભૂતિ વ્યક્ત કરું છું.