Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : સોનગઢ ઓટા ચાર રસ્તા પાસેથી પ્રોહી. વોન્ટેડ આરોપી ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં સોનગઢ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને સોનગઢ ઓટા ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો ગતરોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે, સોનગઢ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને સોનગઢ ઓટા ચાર રસ્તા પાસેથી નારસિંગ ઉર્ફે નારિયો ગોવાલ્યા તડવી (ઉ.વ.35., હાલ રહે.દેવમોગરા પુનવર્સન, તા.અક્કલકુવા, જિ.નંદુરબાર, મૂળ રહે.બેડાકુંડ, પો.મોલગી, તા.અક્કલકુવા, જિ.નંદુરબાર, જિ.મહારાષ્ટ્ર)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.