તાજા સમાચાર

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર

યુપીની મોરાદાબાદ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું નિધન

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉત્તરપ્રદેશ ભાજપમાં શોક અને દુખ ને લહેર, યુપીની મોરાદાબાદના ભાજપના ઉમેદવાર, 72 વર્ષિય કુંવર સર્વેશ સિંહનું અવસાન થતાં ગમગીની વ્યાપી ગઈ છે. મોરાદાબાદ બેઠક પર 19 એપ્રિલે મતદાન થયું હતું. વોટિંગના બીજા દિવસે શનિવારે સાંજે 6.30 કલાકે નવી દિલ્હીની એક હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. બિઝનેસમેન કુંવર સર્વેશસિંહની ગણતરી યુપીનાબાહુબલી નેતા તરીકે થતી હતી. દાંતમાં તકલીફ થતાં તેમણે સારવાર કરાવી હતી. પરંતુ ત્યારબાદ તબિયત બગડતાં દિલ્હી લઈ જવાયાં હતા જ્યાં તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. કુંવર સર્વેશસિંહના પરિવારમાં પુત્ર સુશાંત સિંહ બિજનૌરની બાધાપુર વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય છે.