Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સોનગઢનાં બાપા સીતારામ નગર ખાતેથી પ્રોહી. ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 યોજાનાર હોય જેથી તાપી જિલ્લામાં પ્રોહી. જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલેગરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સંબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો આજરોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન બાતમી મળી હતી કે, સુરત શહેર સારોલી પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી ગોપાલ રામભાઈ પાટીલ (રહે.બાપા સીતારામ નગર, તા.સોનગઢ, જિ.તાપી)નાને સોનગઢ નગરનાં બાપા સીતારામ નગર ખાતેથી ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે કાકરાપાર પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.