તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

લોકશાહીનો ઉત્સવ: વાલોડના ગોડધા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારે ઉત્સાહ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લામાં આજે ‘સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ૨૦૨૬’ અંતર્ગત મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વાલોડ તાલુકાના ગોડધા ગામે સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકશાહીના આ મહાપર્વમાં ગ્રામજનોએ શાંતિપૂર્ણ માહોલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નૈતિક ફરજ બજાવી હતી.

આ ચૂંટણીમાં મતદારોએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમ બંને બેઠકો માટે મતદાન કર્યું હતું.એકસાથે બે મત આપીને નાગરિકોએ લોકશાહીને મજબૂત કરવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.વધતી જતી ગરમીના પારા વચ્ચે પણ પુરુષોની સરખામણીએ મહિલા મતદારો મોટી સંખ્યામાં કતારોમાં ઉભેલી જોવા મળી હતી. ગામના સિનિયર સિટીઝનોએ પણ શારીરિક અશક્તિને બાજુ પર મૂકી મતદાન મથક સુધી પહોંચીને યુવા પેઢી માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, ગરમીને ધ્યાનમાં રાખીને દરેક મથકે ઠંડા પાણીની વ્યવસ્થા,વૃદ્ધો અને અશક્ત મતદારો માટે ખુરશીઓ તથા ગાદલાં નાખીને આરામદાયક બેઠક વ્યવસ્થા પણ ઉભી કરાઈ હતી.ગોડધા ગામના જાગૃત નાગરિકોએ આજે મતદાન કરીને સાબિત કરી દીધું છે કે તેઓ ગ્રામીણ વિકાસ અને મજબૂત નેતૃત્વ માટે કટિબદ્ધ છે.