Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગુજરાતીઓને ગરમીથી મળશે રાહત: આગામી 7 દિવસ વરસાદની આગાહી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજ્યમાં અસહ્ય ગરમીથી ત્રસ્ત નાગરિકો માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે, જેની અસર રૂપે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે છૂટાછવાયો વરસાદ પડી શકે છે.

વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત, ડાંગ, નર્મદા અને તાપીમાં પણ વરસાદી માહોલ રહેશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્ય પાકિસ્તાન અને દક્ષિણ રાજસ્થાનની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. સાથે જ જમ્મુ-કાશ્મીર પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ હોવાના કારણે અરબ સમુદ્રમાંથી ભેજવાળા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે, જે વરસાદ લાવવામાં મદદરૂપ બનશે.