તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

તાપી : પત્નીની હત્યાના બનાવમાં પતિને આજીવન કેદની સજા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપીમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં પત્નીની હત્યાના બનાવમાં પતિને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તાપી જિલ્લામાં આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો હતો. ડોલવણ તાલુકાના અંતાપુર ગામમાં કોટવાળીયા પરિવારમાં ઘટના બની હતી.

વર્ષ 2025ની બીજી એપ્રિલના રોજ આરોપી શૈલેષ બાબુ કોટવાળીયાએ તેની પત્ની અરુણાબેન દેવજીભાઈ કોટવાળીયા સાથે આડા સંબંધની શંકામાં ઝઘડો કર્યો હતો. પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે પતિ અને પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં વિવાદ વધતા આરોપી પતિએ તેની પત્નીના માથે પાવડો મારીને હત્યા કરી નાખી હતી. આ બનાવ અંગે પોલીસે આરોપી પતિને ઝડપી લીધો હતો. તેની પર વ્યારા સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. તો તેની સામે સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સાક્ષી, પુરાવાઓ અને સરકારી વકીલની ધારદાર દલીલોના આધારે ચુકાદો આવતા આરોપી પતિને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.