તાપી જિલ્લામાં ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬’ અંતર્ગત શિક્ષણ વિભાગના અંડર સેક્રેટરી કિર્તીકુમાર સોલંકીની ઉપસ્થિતિમાં સોનગઢ તાલુકાના લિંબી ક્લસ્ટરની વિવિધ શાળાઓમાં કુલ ૮૩ બાળકો અને વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવ્યું હતું. પ્રસંગે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગનું વિતરણ કરાયું હતું. તેમણે શાળાઓની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરી શિક્ષણની ગુણવત્તા સુધારવા માર્ગદર્શન આપ્યું તેમજ અંતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો.




