વ્યારા રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાંથી પાણી લેવા ઉતરેલી બિહારની એક યુવતી પરિવારથી વિખૂટી પડી હતી. ઘટનાની જાણ થતાં રેલ્વે પોલીસે 181 મહિલા હેલ્પલાઇન મારફતે યુવતીને તાપીના ‘સખી’ વન સ્ટોપ સેન્ટર ખાતે સુરક્ષિત રાખી હતી. સેન્ટરની ટીમે યુવતીના પરિવારનો સંપર્ક સાધી તેના ભાઈને વ્યારા બોલાવી સલામત રીતે પરિવાર સાથે મિલન કરાવ્યું. યુવતીના આગામી દિવસોમાં લગ્ન હોવાને કારણે પરિવાર માટે આ ઘટના ભાવુક બની હતી. પરિવારે સખી સેન્ટર અને તાપી પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો.




