Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Police Complaint : ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી બદનામી કરનાર સામે ફરીયાદ નોંધાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત શહેરના કામરેજમાં રહેતા સૌરાષ્ટ્રવાસી પરીવારની દિકરીનાં નામે સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી તેને બદનામ કરનાર અજાણ્યા સામે કામરેજ પોલીસે ગુનો નોંધ્યો હતો. મળતી માહિતી મુજબ, હાલ નનસાડ રોડ પાસે રહેતી મુળ અમરેલી જિલ્લાની સગીરા ધો.૧૧માં અભ્યાસ કરે છે. એક અઠવાડીયા અગાઉ નજીકમાં રહેતા એક યુવકે તેને જણાવ્યું હતું કે, તું કેમ મને ઈન્સ્ટાગ્રામ પર ગાળો આપે છે, સગીરાએ જણાવ્યું કે, સોશિયલ મિડીયા પર એકાઉન્ટ જ નથી બનાવ્યું, તો હું કેવી રીતે ગાળો આપુ, કોઈ અજાણી વ્યક્તી ફેક આઇડી બનાવીને ગાળો આપે છે તેમ યુવતીએ જણાવ્યું હતું.

ત્યારબાદ અજાણ્યા શખ્સે યુવતીનું ફેક આઈડી બનાવી અસલી ફોટા મોર્ફ કરી ફરતા કર્યા હતા. તેણે આ એકાઉન્ટ પર રોમેન્ટિક શાયરીવાળા પોસ્ટરો બનાવીને સ્ટેટસમાં મૂકી ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા જેથી સગીરાની બદનામી થઈ હતી. જેથી આ મામલો પોલીસ મથકે પહોંચતા કામરેજ પોલીસે સાયબર ક્રાઈમની ટેકનિકલ મદદથી યુઆરએલ લિંક તથા યુઝર આઈડીનાં આધારે ફેક એકાઉન્ટ બનાવનાર અજાણ્યા આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી.