તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

ભાવનગર ACBની સફળ ટ્રેપ: અમરેલીમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ અને વચેટિયાઓ રંગેહાથ ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ હેડ કોન્સ્ટેબલ અને બે ખાનગી વ્યક્તિઓ લાંચ લેતા ઝડપાઈ જતાં ચકચાર મચી ગઈ છે. ભાવનગર એસીબી દ્વારા ગોઠવવામાં આવેલી ટ્રેપમાં આરોપીઓએ એક જાગૃત નાગરિક પાસેથી રૂા. ૫૧,૦૦૦ની લાંચ સ્વીકારતા રંગેહાથ પકડાયા છે. આરોપીઓમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ મનસુખભાઇ મેર અને છગનભાઇ માવજીભાઇ ડાભી તેમજ ખાનગી વ્યક્તિઓ મયુરભાઇ બાબુભાઇ ખુમાણ અને અતુલભાઇ ચૌહાણનો સમાવેશ થાય છે.

આ કેસની વિગતો મુજબ, ફરિયાદીના મિત્ર સામે વંડા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો જેની તપાસ આરોપી વિજયભાઇ પાસે હતી. આરોપીએ ફરિયાદીના મિત્ર પાસે રહેલ મોબાઈલ ફોન અને ફોર વ્હીલર ગાડી કબજે ન કરવા, ધંધો સારી રીતે ચલાવવા દેવા અને માર ન મારવાના અવેજ પેટે આરોપી અતુલભાઇ મારફતે પ્રથમ રૂા. ૧,૨૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જોકે, રકઝકના અંતે રૂા. ૫૧,૦૦૦ આપવાનું નક્કી થયું હતું.ફરિયાદી આ લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે ભાવનગર એસીબીનો સંપર્ક કર્યો હતો.

એસીબી દ્વારા ૧૧ મે ૨૦૨૬ના રોજ વંડા ગામમાં ગોપીનાથ ઓઈલ મિલ પાસે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. અહીં મયુરભાઇએ વિજયભાઇ વતી લાંચના ૫૧ હજાર સ્વીકાર્યા હતા, જે નાણાં લેવા માટે પોલીસ કર્મી છગનભાઇ આવતા એસીબીની ટીમે બન્નેને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ મુખ્ય આરોપી વિજયભાઇને પણ પોલીસ સ્ટેશન ખાતેથી પકડી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી એસીબીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ટી. એસ. રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.