Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Police Raid : જુગાર રમતા ૧૦ જુગારીઓ ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આણંદના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામની એક શો મીલની પાછળથી પાનાપત્તાનો હારજીતનો જુગાર રમતા ૧૦ જુગારીઓને ભાલેજ પોલીસે ઝડપી પાડયા હતા. આમ, પોલીસે કુલ રૂપિયા ૩૫ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પણસોરા ગામની અન્નપૂર્ણા શો મીલ પાછળ કેટલાક શખ્શો એકત્ર થઈ પાનાપત્તાનો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની ગુપ્ત બાતમી ભાલેજ પોલીસને મળી હતી.

જોકે પોલીસે ઘટના સ્થળેથી કોર્ડન કરી પાનાપત્તાનો હારજીતનો જુગાર રમતા મયંક મહેન્દ્રભાઈ માકાણી, રાજેન્દ્ર મહેન્દ્રભાઈ મહિડા, ધર્મરાજ કૈલાશભાઈ ચૌહાણ, મીત સુભાષભાઈ પટેલ, ધર્મેન્દ્ર જશવંતભાઈ ચૌહાણ, મનીષ પ્રવિણભાઈ પટેલ, રજનીકાન્ત ઈશ્વરભાઈ ઠાકોર, ગીરીશભાઈ બેચરભાઈ પટેલ, સંજયભાઈ ડાહ્યાભાઈ ચૌહાણ અને રીતેશ કનુભાઈ પટેલને રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે પકડાયેલ શખ્શોની અંગજડતી તેમજ દાવ પરથી મળી આવેલ રોકડા રૂપિયા ૧૫,૭૩૦/- તથા ૮ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૩૫,૦૪૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.