Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Surat News : સામાન્ય બાબતે પાડોશીએ દંપતી પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત જિલ્લાનાં ઉમરપાડાનાં દીવતણ ખાતે વાડામાં વાડ બનાવવા જેવી સામાન્ય બાબતે પાડોશીએ દંપતી પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઉમરપાડા પોલીસ મથકે પાડોશી વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. મળતી માહિતી મુજબ, ઉમરપાડાનાં દીવતણ ગામે નિશાળ ફળીયામાં રહેતા અજીતભાઈ નરસિંહભાઈ વસાવા તેમનાં ઘરનાં પાછળનાં ભાગે આવેલા વાડામાં તેમની પત્ની મીનાબેન સાથે મળીને વાડ બનાવવાનું કામ કરી રહ્યા હતા.

જે દરમ્યાન તેમની જ પાડોશમાં રહેતો ભાલુસિંગ ગોવિંદભાઈ વસાવા અજીતભાઈનાં ઘરનાં વાડામાં આવી તમે અમારા વાડાનાં હિસ્સામાં વાડ કેમ બનાવો છો, તમને નહીં ખબર પડે અમારો વાડો ક્યાંથી હતો, તમે વાડ બનાવવાનું કામ તાત્કાલિક બંધ કરો તેમ જણાવ્યુ હતુ. આ બાબતે થયેલી બોલાચાલીએ અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભાલુસિંગે ઉશ્કેરાઈ જઈને અજીતભાઈ અને તેમનાં પત્ની મીનાબેનને ગાળો આપી લાકડાનાં ડંડા વડે દંપતીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવની જાણ અજીતભાઈ દ્વારા ઉમરપાડા પોલીસને કરવામાં આવતા પોલીસે ભાલુસિંગ વસાવા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.