Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Surat News : યુવકનો પગ લપસી જતાં નદીનાં ઊંડા પાણીમાં ગરકાવ થયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત જિલ્લાનાં કામરેજના આંબોલી ગામે મેલડી માતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં રહેતો અને મૂળ ભાવનગર જિલ્લાના રોયલ ચોકડી ખાતેનો ૨૦ વર્ષીય પંકજ ઉર્ફે સોનુ રામસિંગભાઈ રાઠવા ગત તારીખ ૧૧ નારોજ બપોરે સમયે પોતાના મિત્રો રવિ અને સુરેશ સાથે કામરેજના ખોલવડ ગામની સીમમાંથી પસાર થતી તપી નદીમાં નાહવા માટે ગયો હતો. ત્યારે સ્મશાનની બાજુમાં આવેલા ઓવારા ઉપર ત્રણેય મિત્રો નદીમાં નાહી રહ્યા હતા.

તે દરમિયાન અચાનક પંકજનો પગ લપસી ગયો હતો અને તાપી નદીનાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે ૨૪ કલાકની લાંબી શોધખોળ અને ભારે જહેમતનાં અંતે બીજા દિવસે પંકજની લાશ નદીનાં પાણીમાંથી મળી આવી હતી. ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.