તાજા સમાચાર

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર

તમિલનાડનાં મુખ્યમંત્રી વિજયનો મોટો નિર્ણય : સ્કૂલ-કોલેજો, બસ સ્ટેશનો અને ધાર્મિક સ્થળોની આસપાસ દારૂ વેચવા પર પ્રતિબંધ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તમિલનાડનાં મુખ્યમંત્રી બનતા જ વિજયે ૨૦૦ યુનિટ વીજળી ફ્રીમાં આપવાની જાહેરાત કરી હતી હવે વધુ એક મોટો નિર્ણય લીધો છે. વિજયે તમિલનાડુમાં તમામ સ્કૂલ-કોલેજો, બસ સ્ટેશનો, ધાર્મિક સ્થળોથી ૫૦૦ મીટર સુધીના વિસ્તારમાં ક્યાંય પણ દારૂ વેચવા પર પ્રતિબંધ મુકી દીધો છે. એટલુ જ નહીં વિજયે પોતાના જ પક્ષ ટીવીકેના બેનરો, પોસ્ટરો લોકોને નડતરરૂપ થાય તેવી રીતે નહીં લગાવવા પણ કાર્યકર્તાઓ નેતાઓને કહ્યું છે. મુખ્યમંત્રી બન્યા બાદ વિજયે તમિલનાડુમાં દારૂની આશરે ૭૧૭ દુકાનો બંધ કરાવી દીધી છે. આ તમામ દુકાનો એવા સ્થળે આવેલી હતી કે જ્યાં આસપાસ સ્કૂલ, કોલેજો કે ધાર્મિક સ્થળો આવેલા છે.

વિજયના આ નિર્ણયને વિપક્ષ દ્વારા પણ આવકારવામાં આવ્યો હતો, જ્યારે વરીષ્ઠ અભિનેતા કમલ હાસને પણ સમર્થન કર્યું હતું અને દારુ બંધી હજુ વધારવા કહ્યું હતું. બીજી તરફ વિજયના પક્ષ ટીવીકેના એક ધારાસભ્ય આર સીનિવાસા સેતુપતિને વિશ્વાસમત પ્રક્રિયામાં સામેલ થતા મદ્રાસ હાઇકોર્ટે અટકાવ્યા છે. તેથી આ ધારાસભ્ય દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઇ હતી જેની સુનાવણી માટે સુપ્રીમ તૈયાર થઇ ગઇ છે.

ડીએમકેના ઉમેદવાર કે. આર પેરિઆકરુપ્પન કે જેઓ માત્ર એક મતથી ચૂંટણી હારી ગયા તેમણે કરેલી અરજી પર મદ્રાસ હાઇકોર્ટે આ નિર્ણય લીધો હતો. જેને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો છે, સુપ્રીમ કોર્ટ અપીલની સુનાવણી માટે તૈયાર થઇ ગઇ છે. જયલલિતા સમર્થક જુથે ખુલ્લેઆમ વિજયના પક્ષને સરકારમાં ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે. એસપી વેલુમની અને સી શાંમુગમના જુથમાં ૩૦ જેટલા બળવાખોર ધારાસભ્યો હોવાની શક્યતાઓ છે. આ તમામ ધારાસભ્યો વિજયના પક્ષ ટીવીકેને સમર્થન આપવા તૈયાર હોવાના અહેવાલો છે. આ જુથ વર્તમાન એઆઇએડીએમકેના અધ્યક્ષ પલાનીસ્વામીથી નારાજ છે કેમ કે તેમણે ડીએમકે સાથે ગઠબંધનનો નિર્ણય લીધો હતો.