Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Tapi News : કુકરમુંડા પાસે કાર પલટી જતાં બેન્ક ક્લાર્કનું મોત, પરિવારના સભ્યો ઘાયલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કુકરમુંડા નજીક આઇ.ટી.આઇ. રોડ પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં મહારાષ્ટ્રના 45 વર્ષીય બેન્ક ક્લાર્ક સચીન રઘુનાથ ગુજરનું કરુણ મોત નીપજ્યું છે. પૂરઝડપે જઈ રહેલી સ્વીફ્ટ કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની રોંગ સાઈડમાં ઉતરી પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માતમાં સચીનભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમની 11 વર્ષની પુત્રી સંસ્કૃતિ સહિત પરિવારના અન્ય સભ્યોને ઈજાઓ પહોંચી છે. ગંભીર રીતે ઘાયલ તેજશ નામના યુવકને વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસ મુજબ કાર ચાલક વિવેકાનંદ દિનેશભાઈ માળી બેદરકારીપૂર્વક વાહન ચલાવી રહ્યો હતો. કુકરમુંડા પોલીસે ફરિયાદના આધારે ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.