તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના બોરદા ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વ્યારા વન વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તાના હસ્તે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો, કેસર આંબાના રોપા તેમજ લાઈબ્રેરી માટે આર.ઓ. સિસ્ટમ, ખુરશી-ટેબલની ભેટ આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી કારકિર્દી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ પંચદેવ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લેવાયો હતો. કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




