તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

સુરતમાં હાર્ડવેરની દુકાનમાં ગેસ સિલિન્ડરનો ધડાકો, આગમાં ગંભીર રીતે દાઝી ગયેલ 17 વર્ષીય તરૂણીનું મોત નિપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરતના ગોડાદરામાં લક્ષ્મીપાર્ક સોસાયટીના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હાર્ડવેરની દુકાનમાં વહેલી સવારે આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડર ધડાકા સાથે ફાટતા અફડાતફડી મચી ગઇ હતી. આગ ફેલાઇને બીજા માળ સુધી પહોંચી ગઇ હતી. પહેલા અને બીજા માળે પાંચેક લોકો ફસાયા હતા તેમને રેસ્ક્યુ કરાયા હતા પણ દાઝી ગયેલા પિતા-પુત્રી પૈકી 17 વર્ષની દીકરીનું મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, મુળ રાજસ્થાનમાં પાલીના વતની અને હાલમાં ગોડાદરામાં દેવધ રોડ મહારાણા પ્રતાપ ચોક નજીક લક્ષમીપાર્ક સોસાયટીમાં મકાનમાં બીજા માળે 45 વર્ષીય દૌલારામ જસારામ સિરવી સહિત પરિવારના સભ્યો સાથે રહે છે અને હાર્ડવેરની દુકાન ચલાવે છે.

જયારે વહેલી સવારે ગ્રાઉન્ડ ફ્લોર હાર્ડવેરની દુકાનમાં કોઇ કારણસર આગ ભડકી હતી. જે ફેલાઇ ગઇ હતી અને અચાનક ગેસ સિલિન્ડર ફાટયો હતો. જોરદાર બ્લાસ્ટને લીધે દુકાનની દીવાલ, બારણાં, કાંચ તથા અન્ય એક મકાનની બારી તૂટી ગઇ હતી. એકાએક બનેલી ઘટનાથી આસપાસના રહીશોમાં દોડધામ મચી ગઇ હતી. દરમિયાન ધુમાડાના ગોટેગોટા સાથે આગ બીજા માળ સુધી ફેલાઇ જતા ઉપરના માળ ઉપર નવ જેટલા લોકો ફસાયા હતા. પહેલા માળેથી ચાર લોકો હિંમત દાખવીને જીવના જોખમે નીચે ઉતરી ગયા હતા.

બીજા માળે રહેતા દૌલારામ તથા તેમની 17 વર્ષીય પુત્રી મહિમા આગની જ્વાળના લીધે દાઝી ગયા હતા. અને પરિવારના સભ્યો ધુમાડાની લપેટમાં આવી ગયા હતા. પાંચ ફાયર સ્ટેશનની 9 જેટલી ગાડી સાથે પહોંચે લાશ્કરોએ દૌલારામ સહિત 4થી 5 સભ્યોને નીચે ઉર્તાયા હતા. દાઝી ગયેલા દૌલારામ અને તેમની પુત્રી મહિમાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરનાર ડોકટરે મહિમાને મૃત જાહેર કરી હતી. ફાયર જવાનોએ દોઢ કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને લીધે ઇ-મોપેડ, સાયકલ, હાર્ડવેરની દુકાનમાં વિવિધ માલસામાન, વાયરીંગ સહિત ચીજવસ્તુઓને ભારે નુકસાન થયુ હતુ. ઘટના અંગે ગોડાદરા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.