તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

નિઝરનાં વાંકા ગામની સીમમાં કન્ટેનરને પાછળથી હાઈવા ટ્રકે ટક્કર મારી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નિઝરનાં વાંકા ગામનાં ચાર રસ્તા પાસે વાંકાથી નિઝર તરફ જતાં સ્ટેટ હાઈવે ઉપર કન્ટેનરનાં કેબીનનો દરવાજો ખોલીને કેબીનમાં ચઢી રહેલ ચાલકને હાઈવા ટ્રકનાં ચાલકે પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો જેથી આ ટક્કરમાં કન્ટેનરનાં ચાલકને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધ્યો હતો. મળતી માહિતી મુજબ, નિઝરનાં વાંકા ગામનાં ચાર રસ્તા પાસે વાંકાથી નિઝર તરફ જતાં સ્ટેટ હાઈવે ઉપર તારીખ ૧૨/૦૫/૨૦૨૫ નાંરોજ કન્ટેનર નંબર એમેચ/૨૦/જીસી/૯૪૧૨નાં ચાલક મનોહરભાઈ ગોપીચંદભાઈ પાટીલ જેઓ કેબીનનો દરવાજો ખોલીને કેબીનમાં ચઢી રહતા હતા.

તે સમયે પાછળથી હાઈવા ટ્રક નંબર એમએચ/૧૮/સીજી/૯૬૮૭નાં ચાલકે પોતાના કબ્જાનો હાઈવા ટ્રકને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડની સાઈડમાં ઉભેલ કન્ટેનરને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ ટક્કરમાં કન્ટેનરનાં ચાલક મનોહરભાઈને કમરનાં ભાગે મણકામાં તથા જમણા હાથનાં પંજાનાં અંગુઠાનાં ભાગે ફ્રેકચર અને જમણા પગનાં પંજાનાં જોઈન્ટનાં ભાગે ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે કૈલાશભાઈ પાટીલ નાંએ તારીખ ૧૪/૦૫/૨૦૨૫ નાંરોજ હાઈવા ટ્રકનાં સામે નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.