તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

વ્યારા: પિયર ગયેલી પત્ની પર પતિનો હુમલો, જાનથી મારી નાખવાની ધમકી આપી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વ્યારા: વ્યારા તાલુકાના સરૈયા ગામે પિયર રહેતી અને ટીચકીયા સબ સેન્ટર ખાતે સી.એચ.ઓ. તરીકે ફરજ બજાવતી યુવતી પર તેના પતિએ હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસ મથકે નોંધાયેલી વિગતો અનુસાર, બીનાબેન યાકુબભાઈ ગામીત છેલ્લા બે વર્ષથી પતિ સાથે અણબનાવ હોવાથી પિયરમાં રહી પોતાની પાંચ વર્ષની પુત્રીનું ગુજરાન ચલાવે છે.

ગુરુવારના રોજ બીનાબેન પોતાની પુત્રી સાથે જેઠના ઘરે તેમને મળવા ગયા હતા. તે દરમિયાન ત્યાં ધસી આવેલા પતિ યાકુબભાઈ અશોકભાઈ ગામીતે “તું અહીં કેમ આવી છે?” તેમ કહી ઝઘડો કર્યો હતો. ઉશ્કેરાયેલા પતિએ બીનાબેનને ઢીક-મુક્કીનો માર મારી, માથું દરવાજા સાથે અથાડી દેતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી.

આ દરમિયાન વચ્ચે છોડાવવા પડેલા જેઠાણી ભાવનાબેનને પણ આરોપીએ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો.  ઈજાગ્રસ્ત બીનાબેનને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વ્યારા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વ્યારા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.