સિરોંજ (મધ્યપ્રદેશ): સિરોંજમાં વધેલા બસ ભાડા સામે ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીનીઓના વિરોધનો આખરે પડઘો પડ્યો છે. કન્યા હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ બસ સ્ટેન્ડ પર આશરે 30 મિનિટ સુધી વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પ્રશાસન હરકતમાં આવ્યું હતું.
એસડીએમ ઓમ નારાયણ બડકુલ ઘટનાસ્થળે પહોંચી વિદ્યાર્થીનીઓની રજૂઆત સાંભળી હતી. ત્યારબાદ એસડીઓપી, તહેસીલદાર, પોલીસ અધિકારી અને બસ સંચાલકોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં નિર્ણય લેવાયો કે સ્કૂલે આવતી-જતી વિદ્યાર્થીનીઓ પાસેથી હવે જૂના દર મુજબ જ બસ ભાડું વસૂલવામાં આવશે. નિર્ણયથી વિદ્યાર્થીનીઓ અને વાલીઓને મોટી રાહત મળી છે.




