Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ત્રિપાંખીયો અકસ્માત: પાદરાના 4ના મોત, 5 ગંભીર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર વડોદરાના પાદરા નજીક સમયાલા ગામની સીમમાં મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઇડમાં આવી રહેલી ઇકો કાર, લક્ઝરી બસ અને આઇસર ટ્રક વચ્ચે થયેલી આ ભયાનક ટક્કરમાં ૪ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૫ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી મુજબ, પાદરા નજીકના અંપાડ ગામના ૮ મુસાફરો ઇકો ગાડી લઈને મોડી રાત્રે અમદાવાદ અને મહેસાણા જવા નીકળ્યા હતા. એક્સપ્રેસવે પર ચડતી વખતે રૂટની અજાણતાને કારણે ચાલકે ગાડી રોંગ સાઇડમાં હંકારી મૂકી હતી. પરિણામે સામેથી પૂરપાટ ઝડપે આવતી બસ અને ટ્રક સાથે ઇકો કાર ધડાકાભેર અથડાતાં વાહનોના ફુરચેફુરચા ઊડી ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ હાઇવે ઓથોરિટી, ૧૦૮ એમ્બ્યુલન્સ અને પાદરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કારના પતરા તોડીને મૃતદેહો અને ઇજાગ્રસ્તોને બહાર કઢાયા હતા.ગંભીર રીતે ઘવાયેલા ૫ લોકોને વડોદરાની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તમામની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.આ દુર્ઘટનાને પગલે અંપાડ ગામમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.