Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Today’s News:તાપી કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘વસ્તી ગણતરી-૨૦૨૭’ અને ‘જન કલ્યાણ શિબિર’ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે રાષ્ટ્રીય વસ્તી ગણતરી ૨૦૨૭ અંતર્ગત બેઠક યોજીને જિલ્લામાં વસ્તી ગણતરીની પ્રક્રિયા સમયબદ્ધ અને ક્ષતિરહિત રીતે પૂર્ણ કરવા માટેના પ્રાથમિક માઇક્રો પ્લાનિંગ અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સાથોસાથ કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ શિક્ષણ વિભાગની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. જિલ્લામાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે કલેક્ટરશ્રી દ્વારા ડ્રોપ આઉટ થયેલા બાળકોને શાળાના પટાંગણ સુધી પહોંચાડવા શિક્ષણ વિભાગની સાથે ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓને પણ સહભાગી થવા રચનાત્મક સુચનો આપી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.

તદુપરાંત, કલેક્ટરશ્રીએ જિલ્લામાં છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવા માટે આયોજિત થનારી ‘જન કલ્યાણ શિબિર’ના સુચારુ આયોજન અંગે પણ વિસ્તૃત સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ સહિત જિલ્લા-તાલુકાના સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ પ્રત્યક્ષ તેમજ તાલુકાના મામલતદારશ્રીઓ તેમજ તાલુકાકક્ષાના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.