Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Trending News : બેબી પાવડર કેન્સર કેસ: જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન 52,700 કરોડ રૂપિયા ચૂકવીને સમાધાન કરશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જ્હોનસન એન્ડ જ્હોનસન (J&J) કંપની તેમજ કેનવ્યૂ ઈન્કોર્પોરેશન, બેબી પાવડર અને ટેલ્કમ પાવડરના ઉપયોગથી અંડાશયનું (ઓવેરી) કેન્સર થવાના હજારો કેસોના આખરી નિકાલ માટે ૬.૫ અબજ ડોલર (આશરે રૂ. ૫૨,૭૦૦ કરોડ) વળતર પેટે ચૂકવી સમાધાન કરવા તૈયાર થઈ છે.

૧૦૦ વર્ષથી વધુ સમયથી વેચાતા આ પાવડરથી કેન્સર થવાના તમામ આરોપોને કંપનીના લીગલ વાઈસ પ્રેસિડેન્ટ એરિક હાસે તથ્યવિહીન ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી હતી કે અત્યાર સુધીના કોર્ટ ચુકાદાઓ કંપનીની તરફેણમાં જ રહ્યા છે, પરંતુ લાંબી કાનૂની લડાઈનો કાયમી અંત લાવવાના હેતુથી આ નાણાકીય સમાધાન કરવાનો નિર્ણય લેવાયો છે.