તાજા સમાચાર
વાલોડની પ્રાથમિક શાળાઓમાં વોલ પેઇન્ટિંગ દ્વારા મતદાન જાગૃતિ સંદેશ | ઉચ્છલમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘સિગ્નેચર કેમ્પેઇન’ યોજાયું, ૯૮ વર્ષીય વયોવૃદ્ધ દાદાએ મતદાન માટે પ્રેરક સંદેશ આપ્યો | સોનગઢ પોલીસની મોટી સફળતા: હિરાવાડી ગામે ત્રણ ઘરોમાં ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો | તાપી જિલ્લામાં અકસ્માત ગણાતી આ ઘટના વાસ્તવમાં પૂર્વ આયોજિત હત્યા હોવાનું બહાર આવ્યું, મિત્રએ પોલ ખોલતા ભેદ ઉકેલાયો | વાલોડ સિલ્વર પ્લાઝા સામે ધોળા દિવસે આંતરીને લૂંટ: ચાર શખ્સો સામે ગુનો દાખલ | બગોદરામાં ૨૦ તોલા સોનું અને ૧ કિલો ચાંદીની ચોરી કરનાર વોન્ટેડ રીઢો ગુનેગાર સુરત ગ્રામ્ય LCBના સકંજામાં |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
વાલોડની પ્રાથમિક શાળાઓમાં વોલ પેઇન્ટિંગ દ્વારા મતદાન જાગૃતિ સંદેશ | ઉચ્છલમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘સિગ્નેચર કેમ્પેઇન’ યોજાયું, ૯૮ વર્ષીય વયોવૃદ્ધ દાદાએ મતદાન માટે પ્રેરક સંદેશ આપ્યો | સોનગઢ પોલીસની મોટી સફળતા: હિરાવાડી ગામે ત્રણ ઘરોમાં ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો | તાપી જિલ્લામાં અકસ્માત ગણાતી આ ઘટના વાસ્તવમાં પૂર્વ આયોજિત હત્યા હોવાનું બહાર આવ્યું, મિત્રએ પોલ ખોલતા ભેદ ઉકેલાયો | વાલોડ સિલ્વર પ્લાઝા સામે ધોળા દિવસે આંતરીને લૂંટ: ચાર શખ્સો સામે ગુનો દાખલ | બગોદરામાં ૨૦ તોલા સોનું અને ૧ કિલો ચાંદીની ચોરી કરનાર વોન્ટેડ રીઢો ગુનેગાર સુરત ગ્રામ્ય LCBના સકંજામાં |

બગોદરામાં ૨૦ તોલા સોનું અને ૧ કિલો ચાંદીની ચોરી કરનાર વોન્ટેડ રીઢો ગુનેગાર સુરત ગ્રામ્ય LCBના સકંજામાં

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત ગ્રામ્ય એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે.પોલીસે અમદાવાદના બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાખો રૂપિયાની ઘરફોડ ચોરી કરનાર મુખ્ય વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.

‘બાતમીના આધારે પોલીસે પલસાણા તાલુકાના નવાગામ ખાતે આવેલા દાદા ભગવાન મંદિર નજીક સર્વિસ રોડ પરથી આરોપીને પકડી પાડ્યો હતો.આરોપી હમીર ઉર્ફે બોડો રમેશભાઈ કાળુભાઈ હાડા (ઓડ) (ઉ.વ. ૨૫) હાલ રહે. તુંડી ગામ (તા.પલસાણા, સુરત), મૂળ રહે. સિયાનગર (તા. ગઢડા, જી. બોટાદ). આરોપીએ કબૂલાત કરી છે કે તેણે પોતાના ભાઈ શ્રવણ ઓડ સાથે મળીને બગોદરાના ભમાસરા ગામમાં એક બંધ મકાનમાંથી આશરે ૨૦ તોલા સોનાના દાગીના, ૧ કિલો ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી.

પકડાયેલો આરોપી રીઢો ગુનેગાર છે અને તેનો મોટો ગુનાહિત ઇતિહાસ છે.તેના વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય (બાવળા, અસલાલી, સાણંદ), અમદાવાદ શહેર (વટવા), ખેડા (નડિયાદ, વડતાલ) અને સુરત ગ્રામ્ય (કામરેજ) વિસ્તારમાં ચોરી અને લૂંટના કુલ ૮ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.અગાઉ તેની સામે વટવા પોલીસ સ્ટેશનના ગુનામાં પાસા (PASA) હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે.હાલમાં સુરત ગ્રામ્ય પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કર્યો છે.