તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ઝોમેટોમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી ઓર્ડર થયું મોંઘુ, કંપનીએ પ્લેટફોર્મ ફીમાં કર્યો 25 ટકાનો વધારો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ ગ્રાહકો માટે પ્લેટફોર્મ ફીમાં 25 ટકાનો વધારો કર્યો છે. આનો અર્થ એ થયો કે હવે ગ્રાહકોએ ફૂડ ઓર્ડર કરતી વખતે પ્રતિ ઓર્ડર 5 રૂપિયા પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે. વધારો પહેલાં ઝોમેટો પ્રતિ ઓર્ડર 4 રૂપિયા ઝોમેટો વસૂલતું હતું. જાન્યુઆરી 2024માં કંપની દ્વારા પ્લેટફોર્મ ફી રૂ. 3થી વધારીને રૂ.4 પ્રતિ ઓર્ડર કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કંપની દ્વારા જે શહેરો માટે પ્લેટફોર્મ વધારવામાં આવ્યું છે. તેમાં દિલ્હી NCR, બેંગલુરુ, મુંબઈ, હૈદરાબાદ અને લખનઉ જેવા શહેરોના નામ સામેલ છે.

રિપોર્ટ અનુસાર કંપની એક દિવસમાં 20 લાખથી22 લાખ સુધીના ઓર્ડર આપે છે. આવી સ્થિતિમાં ફીમાં એક રૂપિયાનો વધારો કરવાની સીધી અસર કંપનીના નફાના વધેલા સ્તર પર જોવા મળી શકે છે. ઝોમેટોએ ઓગસ્ટ 2023માં પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું. તે સમયે કંપની ઓર્ડર દીઠ 2 રૂપિયા લેતી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં તેને વધારીને 3 રૂપિયા અને જાન્યુઆરી 2024માં તેને વધારીને 4 રૂપિયા કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે જો તમે ઝોમેટોનો ગોલ્ડ લોયલ્ટી પ્રોગ્રામ લો છો તો તમારે ડિલિવરી ચાર્જ ચૂકવવાની જરૂર નથી. અન્યથા તમારે ડિલિવરી ચાર્જ ચૂકવવો પડશે.